લોકસભામાં ગુરૂવારે ત્રિપલ તલાક ખરડો ચર્ચા પછી પાસ થઈ ગયું છે બિલની તરફેણમાં 303 અને વિરૂદ્ધમાં 82 વોટ પડ્યા ચર્ચા દરમિયાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, "આ ખરડો ધર્મ કે મઝહબ સાથે નથી, આ નારીની ગરિમા સાથે જોડાયેલો છે સુપ્રીમ કોર્ટ કહી ચુક્યું છે કે ત્રિપલ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવો જોઈએ સીજેઆઈએ ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવતા કાયદો બનાવવા માટે કહ્યું હતું કોર્ટના નિર્ણય બાદ પણ દેશમાં ત્રિપલ તલાકના 345 મામલાઓ સામે આવ્યાં" બીજી તરફ કોંગ્રેસે યુપીએના તમામ સાથી પક્ષો સાથે મળીને આ બિલનો વિરોધ કર્યો AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલને મહિલાઓ વિરૂદ્ધનું ગણાવ્યું