વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજીની જીત, અલ્પેશ-ધવલસિંહને ક્રોસ વોટિંગ કરાવનાર ભાજપે મંત્રીનો મત ગુમાવ્યો

DivyaBhaskar 2019-07-05

Views 4.4K

અમદાવાદઃગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું જે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું જ્યારે પાંચ વાગ્યે મતગણતરી યોજાવાની હતી પરંતુ કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો પરંતુ ચૂંટણીપંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી યોજાઈ હતી જેમાં ભાજપના બન્ને ઉમેદવારનો વિજય થયો છે ભાજપના ઉમેદવાર અને વિદેશમંત્રી એસજયશંકરને 104 જુગલજી ઠાકોરને 105 મત મળ્યા છે પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ક્રોસ વોટિંગ શીખવનારો ભાજપ પોતાના મંત્રી આરસીફળદુને કેવી રીતે મત આપવો તે શીખવવાનું ભૂલતા મત ગુમાવવો પડ્યો છે ઉલ્લેખનીય છે કે, એસજયશંકરને આપેલો આરસી ફળદુનો મત ગેરલાયક ઠર્યો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને 70-70 મત મળતા બન્નેનો પરાજય થયો છે

આ પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ વાંધા અરજી કરી હતી જેને પગલે મતગણતરીમાં ત્રણ કલાક જેટલો વિલંબ થયો હતો પરંતુ ચૂંટણીપંચે તેમની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી શરૂ થઈ હતી

મતદાન બાદ અલ્પેશ વિધાનસભાના ભાજપના દંડકને મળ્યો

કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું જ્યારે ભરતજી ઠાકોર પણ ભાજપનાં સંપર્કમાં છે તેઓ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપી શકે છે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર મતદાન બાદ ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હતાં જેનાથી રાજકારણ ગરમાયું હતું જોકે આ મામલે જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે દંડકના તો બધા સાથે સબંધ હોય છે જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યાનો દાવો કોંગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે?

ભાજપની જીત નિશ્ચિત છતાં કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા

ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં હતા બન્ને બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હોવા છતાં કોંગ્રેસે ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યાં હતા

ભાજપને સંખ્યાબળ કરતા 4 મત કેમ વધુ મળ્યા

બે અલગ-અલગ બેલેટમાં યોજાયેલી આ ચૂંટણીમાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય પહેલેથી જ નિશ્ચિત હતો જેમાં ભાજપને પોતાના સંખ્યાબળ કરતા 4 મત વધુ મળ્યા હતા ભાજપને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર, એનસીપીના કાંધલ જાડેજા તથા બીટીપીના બન્ને ધારાસભ્યો સાથે કુલ પાંચ મત મળ્યા હતા જો કે મંત્રી આરસીફળદુનો મત ગેરલાયક ઠરતા 4 મત જ વધુ મળ્યા છે

ભાજપ-કોંગ્રેસના મતનું ગણિત
વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન થયું હોવાથી બન્ને ઉમેદવારોને 100-100 મત મળવાનું નિશ્ચિત હતું તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કુલ 72 મત મળવાના હતા પરંતુ ધવલસિંહ ઝાલા અને અલ્પેશે ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસના ઉમેદવારોને 70 મત જ મળ્યા હતા

જીતવા માટે કેટલા મત જરૂરી હતા
હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 875+1= 885(89) મત જોઇએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS