પુણેમાં થયેલી ભીમા કોરેંગાંવ હિંસાનો આરોપી ગૌતમ નવલખાના સંબંધો પાકિસ્તાની આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે હતા આ માહિતી પુણે પોલીસે મુંબઈ હાઈકોર્ટને આપી છે પોલીસના જણાવ્યા પ્રમાણે નવલખા કાશ્મીરના ભાગલાવાદીઓ અને તે દરેક લોકો સાથે જોડાયેલો હતો જેઓ હિઝબુલ સાથે સંબંધ રાખતા હતા
પોલીસે હાઈકોર્ટ પાસે માંગણી કરી છે કે, નવલખાના જામીન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે જેથી કેસની પૂરતી તપાસ કરી શકાય જોકે કોર્ટે આગામી આદેશ સુધી નવલખાને અટકાયતમાં જ રાખવાનો અને તેને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે રાજ્ય સરકાર તરફથી વકીલ અરુણાપઈ અને નવલખાના વકીલ યુગ ચૌધરીએ કોર્ટ સમક્ષ તેમની વાત રજૂ કરી હતી