સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો છે પ્રિયંકાના આ કાફલાને નારાયણપુર પોલીસ સ્ટેશનની પાસે રોકવામાં આવ્યો છે સોનભદ્રમાં 10 લોકોની હત્યા પછી પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા ત્યાં જઈ રહ્યા હતાં આ પહેલાં પ્રિયંકા ગાંધીએ સોનભદ્ર ઘટનામાં ઈજાગ્રસ્તો થયેલાં લોકોને ટ્રોમા સેન્ટર જઈ મુલાકાત કરી હતી
સોનભદ્રમાં પીડિત પરિવારને મળવાથી રોકવામાં આવતા પ્રિયંકા ગાંધી ધરણાં પર બેસી ગયા હતા પ્રિયંકાએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "અમે માત્ર પીડિત પરિવારને મળવા માગીએ છીએ મેં તો ત્યાં સુધી કહ્યું કે મારી સાથે માત્ર 4 લોકો જ હશે તેમ છતાં વહિવટી તંત્રએ મને ત્યાં જવાની મંજૂરી નથી આપી રહ્યાં તેઓએ અમને જણાવું જોઈએ કે અમને કેમ રોકવામાં આવી રહ્યાં છે અમે અહીં શાંતિથી બેઠા રહિશું"