બરેલીથી હિંડન એરપોર્ટ જઈ રહેલા વિમાનનું હાઈવે પર ઈમર્જન્સી લૅન્ડિંગ, સ્થાનિકો સેલ્ફી લેવા ઉમટ્યા

DivyaBhaskar 2020-01-24

Views 117

બરેલીથી ઉડાન ભરીને હિંડન એરપોર્ટ જઈ રહેલા 2 સીટર ચાર્ટર્ટ પ્લેનમાં ગુરુવારે બપોરે અચાનક જ ટેકનિકલ પ્રોબ્લેમ થતાં જ તેનું ઈમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું ગાઝિયાબાદ એક્સપ્રેસવે પર સફળતાપૂર્વક ઉતરણ કર્યા બાદ ત્યાં ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા ઈમર્જન્સી લૅન્ડિંગની જાણ થતાં જ તેની મદદે હિંડન બેઝ પરથીહેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું હાઈવે પાસેના ખેતરમાં હેલિકોપ્ટરને ઉતારવામાં આવતાં જ ત્યાં પણ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા એરફોર્સના જવાનોએ તરત જપ્લેનમાંથી બે પાઈલટને સલામત રીતે બહાર નીકાળ્યા હતા સ્થાનિકોએ પણ ટ્રાફિક જામની કે આ આપદાની ચિંતા કર્યા વગર જ પ્લેન કે હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવામાં કોઈકચાશ છોડી નહોતી ઈમર્જન્સી લૅન્ડિંગમાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ નહોતી નેશનલ કેડેટ કોરના આ વિમાનને સામાન્ય નુકસાન થવાથી તેને અન્ય સાધનમાં લઈ
જવાયું હતું આખી ઘટના બાદ પણ કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS