રાજકોટ : ટંકારા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ પર જોધપર ઝાલાના ગામે ટોળાંએ હુમલો કર્યો હતો હુમલામાં 4 પોલીસમેન સહિત 6ને ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા બૂટલેગરના ઘરે તપાસ અર્થે ગયેલી ડીસ્ટાફની ટુકડી પર હુમલો થતાં દેકારો મચી ગયો હતો ઘટનાને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં કરફ્યુ જેવો માહોલ છવાઇ ગયો છે