ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવાના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટે(આઇસીજે) બુધવારના ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો કોર્ટના 16 જજોએ 15-1ના બહુમતથી કુલભૂષણની ફાંસીની સજા સસ્પેન્ડ કરી દીધી કોર્ટના અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલકાવી એહમદ યૂસુફે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન જ્યાં સુધી પ્રાભવી રીતે આ નિર્ણયની સમીક્ષા અને તેના પર પુનર્વિચાર ન કરી લે, ફાંસી પર રોક યથાવત રહેશેઆ મુદ્દે વિદેશ મંત્રી એસજયશંકરે રાજ્યસભામાં નિવેદન રજૂ કર્યું હતુ
વિદેશ મંત્રીએ કહ્યું કે જાધવની સુરક્ષા અને ભલાઇ માટે દરેક પગલા લેવા તૈયાર છે તેમણે કહ્યું કે તેમની મુક્તિ માટે સરકા પુરા પ્રય્તનો કરી રહી છે અને તેના માટે લીગલ ટીમથી લઇને સૌનો આભાર સદનને આ ચુકાદાનું સ્વાગત કરવું જોઇએ જાધવ નિર્દોષ છે અને તેમના વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે પાકિસ્તાને બળજબરીપૂર્વક તેમનું કબૂલનામુ લીધું છે અને પાકિસ્તાને તાત્કાલિક તેમને મુક્ત કરવા જોઇએ ભારતની જનતા અને આ સદન જાધવ પરિવાર પ્રત્યે પુરી સાંત્વના રાખે છે