ચીનમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે દુનિયાભરમાં કોરોનાના પેશન્ટોને બચાવવાની કોશિશો ચાલુ જ છે તેવામાં વાઈરસના ગઢ એવા વુહાનમાંદર્દીઓએ તણાવને ઓછો કરવા માટે નવો રસ્તો અખત્યાર કર્યો છે અનેક હોસ્પિટલોમાં આવા પેશન્ટો એકબીજા સાથે ડાન્સ કે માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરીને હિંમત વધારીરહ્યા છે આવું કરવાનું કારણ એક જ છે કે તેઓ તેમના મનમાંથી કોરોનાનો ડર દૂર કરી શકે દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે નર્સ પણ તેમની સાથે તાઈચી કરે છે દર્દીઓનાકહેવા મુજબ આ પ્રકારનો ડાન્સ કે તાઈચી તેમને જલદી સાજા થવામાં મદદ કરશે તો એવા કેટલાય દર્દીઓ છે જ જેઓ પુસ્તકો વાંચીને પોતાનો સમય પસાર કરી રહ્યા છેચાઈનીઝ સોશિયલ મીડિયામાં ડાન્સના આવા અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે તાઈચીએ ચીનની માર્શલ આર્ટ છે જેમાં દરેક મૂવમેન્ટ ખાસ્સી સ્લોહોય છે