દિલ્હીમાં 2 યુવકે ટ્રાફિક પોલીસ સાથે મારામારી કર્યાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે અહીં બે યુવકોએ ટ્રાફિકના નિયમનોભંગ કરતાં પોલીસે તેમને રોક્યા હતા ત્યાર બાદ આ બંને યુવકોએ ટ્રાફિક પોલીસ પર 10 હજાર રૂપિયાની લાંચ લેવાનો આરોપ નાખી ગાળોભાંડી હતી આ મામલે ટ્રાફિક પોલીસે ફરિયાદ કરતાં બંને યુવકોની ધરપકડ કરી વાઇરલ વીડિયોને આધારે તપાસ હાથ ધરી છે