મધ્યપ્રદેશમાં નેતાઓના અધિકારીઓ સાથે દુર્વ્યવહાર હજુ પણ જોવા મળી રહ્યોછે આ મામલો બીનાનો છે જ્યાં ભાજપ ધારાસભ્ય તેમના સમર્થકોની સાથે એસડીએમનીચેમ્બરમાં ધૂસી ગયા અને ત્યાં હાજર એસડીએમને ધમકાવવા લાગ્યા હતા એટલું જ નહીં ધારાસભ્ય અને તેમના સમર્થકોએ એસડીએમની સામે મુર્દાબાદના નારા પણ લગાવ્યા અને અધિકારીની સામે ધાક જમાવવા લાગ્યા હતા ભાજપના ધારાસભ્ય મહેશ રાય અહી તેમના સમર્થકોની સાથે એસડીએમ કેએલ મીણાની પાસે મેમોરેન્ડમ સોંપવા પહોંચ્યા હતા, પરંતુ જ્યારે એસડીએમે મેમોરેન્ડમ લેવા માટે ઇન્કાર કર્યો અને કહ્યું કે, તેઓ મેમોરેન્ડમ મામલતદારને સોંપી દે તો ધારાસભ્યે તેમના સમર્થકોની સાથે એસડીએમ સામે મુર્દાબાદના નારા લગાવ્યાજણાવી દઇએ કે, ધારાસભ્ય મહેશ રાય અહીં વીજળીની સમસ્યાને લઇને પહોંચ્યા હતાતે દરમિયાન ધારાસભ્ય મહેશ રાયની સાથે લગભગ એક ડર્ઝનથી વધારે સમર્થકો હતા જેમણે કેબિનમાં ઘૂસતા જ એસડીએમ પર વરસી પડ્યા હતા ધારાસભ્યએ એસડીએમ પર ધાક જમાવતા કહ્યું કે, હજુ તમે અહી નવા નવા આવ્યા છો અને તેમને નથી ખબર કે ધારાસભ્ય સાથે કેવીરીતે વાત કરવી