વડોદરાઃ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વણીયાદ ગામમાં તળાવ વચ્ચે પીપળના વૃક્ષ પર 4 વાંદરા ફસાઇ ગયા હતા ગ્રામજનોને તુરંત જ વડોદરા વન વિભાગને જાણ કરી હતી જેથી વડોદરા વન વિભાગની ટીમે પહોંચીને વૃક્ષ સાથે દોરડું બાંધીને વાંદરાઓ માટે માર્ગ બનાવ્યો હતો અને ભારે જહેમત બાદ વાંદરાઓનું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું