અમીરગઢઃ અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી ચૂનાના પાવડરની આડમાં બે ટ્રકમાં લઈ જવાતા 12456 દારૂની બોટલો સાથે 3 શખ્સોને ઝડપી પાડી રૂ62,97,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો બુધવારે અમીરગઢ પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનોએ ચેકપોસ્ટ નજીકથી ચેકીંગ દરમિયાન પસાર થઇ રહેલા ટ્રક નંબર આરજે-19-જીબી-6933 અને આરજે-19-જીસી-7756 ની તલાસી લેવા ટ્રકને ઉભી રખાવતા ટ્રકમાં સવાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણ લોકોને ઝડપી ટ્રકોની તલાસી લેતા ટ્રકમાં ચૂનાના પાવડરની આડમાં દારૂની પેટીઓ સંતાડેલી હતી