રાજકોટ:ક્રિકેટ વર્લ્ડકપમાં આજે 3 વાગ્યે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો સેમિફાઇનલ રમાશે ત્યારે ગુજરાતના ત્રણ ખેલાડી પૈકી રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જાડેજાની બહેન નયનાબાએ ખુશી વ્યક્ત કરી જણાવ્ય હતું કે, કોઇ પણ ટીમને નબળી ન સમજવી જોઇએ તેમજ ભાવુક થઇ જણાવ્યું હતું કે, મા ન હોય ત્યારે માની જગ્યાએ મારા આશિર્વાદ હંમેશા તેની સાથે છે જ્યારે જાડેજાની પત્ની રીવાબાએ જણાવ્યું હતું કે, આજની મેચ ટક્કરની રહેશે માનતા કરતા રવિની મહેનત પર વધુ વિશ્વાસ છે