સુરતઃમહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવેલા વેરાનો વિરોધ વરાછા વાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે પાલિકાની કચેરી સામે લોકો 300 ટકાથી વધુના વેરાના વિરોધમાં મોરચો લઈને પહોંચ્યાં હતાં સામાન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ન ઉભી કરાઈ હોવા છતાં વેરો વધારાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મુક્યો હતો અને આગામી દિવસોમાં વેરા વધારો પાછો ન ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી