નડિયાદ, કપડવંજ: કપડવંજમાં બે દિવસ અગાઉ માતા-પુત્રના ડબલ મર્ડરના બનાવમાં ઉછીના આપેલા રૂ 725 લાખ સામે રૂ 16 લાખની ઉઘરાણી કરવા જતા હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે એલસીબીની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસે હાથ ધરેલી તપાસમાં હત્યારાને મામલતદાર કચેરીએથી દબોચી લઇ હાથ ધરાયેલી પૂછપરછમાં તેણે માતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતકની પત્ની પર હુમલો કરી લોહીલુહાણ કરી હતી કપડવંજમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી ગોકુળદાસની ચાલીમાં રહેતા 45 વર્ષીય શ્યામભાઇ બંસીલાલ સામંતાણી ખાતર-બિયારણની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા હતા