બરેલીના ભોજીપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઘંઘોરા ઘંઘોરી ગામની અંદર કેટલાક બદમાશોએ લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ કર્યુંહતું બાઈક અને અન્ય વાહનો લઈને આવેલા કેટલાક લોકો અચાનક જ આ યુવતીના પતિને મારવા લાગીને યુવતીને ઉપાડી જવા માટે પ્રયત્નકરતા રહ્યા હતા આજૂબાજુના લોકો પણ અપહરણનો આ તમાશો જોતા રહ્યા હતા તો અન્ય કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતોજો કે તેમાંથી એક પણ વ્યક્તિએ આ યુવતીને બચાવવાનો પ્રયત્ન નહોતો કર્યો મળતી વિગતો પ્રમાણે સોનમ નામની આ યુવતીએ ગૂરૂબચ્ચનનામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા સોનમના આવા પગલાથી નારાજ તેના પરિવારે તેની સાસરીમાં જઈને બળપ્રયોગ કર્યો હતો સૌ પ્રથમતેમણે તેના પતિને ડંડાથી મારીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો બાદમાં તેઓએ સોનમને પણ જાહેરમાં જ માર મારીને તેને બાઈક પર જઉપાડી ગયા હતા સ્થાનિકોએ તરત જ તેના પતિને દવાખાને દાખલ કર્યો હતો તો સાથે જ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે 24 કલાકમાં જયુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી આઝાદ કરાવી હતી જો કે પોલીસના જણાવ્યા મુજબ તેમણે અપહરણ કરનારાઓ સામે કેસ દાખલ કરીનેતેમની શોધખોળ પણ આદરી હતી