ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારત માટે ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 180 રન ઉમેર્યા હતા વર્લ્ડકપમાં ભારત માટે હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ જોડીએ પોતાના નામે કર્યો હતો રોહિત શર્મા 92 બોલમાં 7 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 104 રન કર્યા હતા તેણે પોતાના વનડે કરિયરની 26મી અને ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી તે વર્લ્ડ કપમાં 500 રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે