વીડિયો ડેસ્કઃ ચંદીગઢના ટ્રિબ્યૂન ચોક પાસે એક યુવતીએ જાહેરમાં કારચાલકને સળિયાથી ઢોર માર્યાની ઘટના સામે આવી છે અહીં કારચાલકે મહિલાની કારને ટક્કર મારતાં મહિલા ગુસ્સે થઈ હતી મહિલાએ કારચાલકને પહેલાં તો બેફામ ગાળો ભાંડી અને પછી સળિયાથી ફટકારી યુવકની કારનાં કાચ તોડી નાખ્યાં હતાં આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે અને પોલીસે ફરિયાદ નોંધી મહિલાની ધરપકડ કરી છે