રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા બનાવટી પેકેડ મિનરલ ડ્રિન્કીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની ફરિયાદ મળી હતી આથી આરોગ્ય વિભાગે રેડ પાડી આજીડેમ રિંગ રોડ નજીક આવેલા રામનગર-1માં નિયતી બેવરજીસ નામથી ચાલતા મિનરલ વોટર બનાવતા કારખાનામાં રેડ પાડી હતી તપાસ દરમિયાન પાણીના કોઇપણ જાતના પરીક્ષણ વગર અને બીઆઇએસની મંજૂરી વિના મિનરલ વોટરનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું હતું આ કારખાનું દિવ્યેશ પી જોશી નામનો શખ્સ ચલાવતો હતો દિવ્યેશ ફૂડ લાયસન્સ નંબર તથા બનાવટી આઇએસઆઇ નંબરથી 250, 500 એમએલ અને 1 લીટરની મિનરલ બોટલ બનાવતો હતો