રાજકોટ:શહેરમાં પાણીકાપ પછી પોષ વિસ્તારમાં ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓનું કહેવું છે કે આવુ ગટરવાળુ પાણી પીને તો અમારે દવાખાનામાં જ જવું પડે આ સાથે અન્ય મહિલાએ કહ્યું કે પાણીમાં જાણે પાવડર નાખ્યો હોય તેમ ફીણ વળી રહ્યાં છે છેલ્લા એક મહિનાથી શહેરના અનેક વિસ્તારોમાં ગટરવાળુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે જેનો વીડિયો પણ સામે આવ્યો છે ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે છે કે નહીં?