કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી શુક્રવારે યાદગિર જિલ્લાના ગુરમિટકલ ગામ રોકાઈને કેમ્પેઈન 'ગ્રામ વાસ્તવ્ય 20' શરૂ કર્યું છે અહીં કુમારસ્વામી એક સ્કૂલમાં જમીન પર પાથરેલી પથારીમાં જોવા મળ્યા હતા મુખ્યમંત્રીએ એ વાત નકારી દીધી છે કે, તેમને ગામડાઓમાં 5 સ્ટાર સુવિધાઓ મળી રહી છે
કુમારસ્વામીએ એક ગામમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 5 સ્ટાર સુવિધા શું હોય? હું તો રસ્તા પર ઉંઘવા માટે પણ તૈયાર છું હું વિપક્ષને પૂછવા માંગુ છું કે, શું મને પાયાની સુવિધા લેવાનો પણ હક નથી આ રીતે હું રોજ કેવી રીતે કામ કરીશ એક નાનકડું બાથરૂમ ચોક્કસ બનાવવામાં આવ્યું છે બાથરૂમને મારી પાછળ લટકાવીને ન ફરી શકું કુમારસ્વામીનું આ નિવેદન એ સમયે સામે આવ્યું છે જ્યારે અમુક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીને ગામડાઓમાં લક્ઝુરિયસ સુવિધાઓ મળે છે