વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના 1254 હંગામી સફાઇ કામદારોની હડતાળના અંત બાદ કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરોએ આંદોલન શરૂ કર્યું છે 300થી વધુ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી કાયમી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે
ડ્રાઇવરો છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે
કોન્ટ્રાક્ટ પરના 300થી વધુ ડ્રાઇવરોએ આજે ભુતડીઝાપા સ્થિત વ્હીકલપુલ ખાતે ગાડીઓ જમા કરાવી દીધી હતી અને વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ડ્રાઇવરો છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે
300થી વધુ ડ્રાઇવરોએ સફાઇ કામદારોનો માર્ગ અપનાવ્યો
ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગરપાલિકાના 1254 હંગામી સફાઇ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી હતા ત્યારબાદ તેમની માંગણી સંતોષવાની હૈયાધારણા આપ્યા બાદ તેમનું આંદોલન સમેટાયું હતું, ત્યારે હવે કોન્ટ્રાક્ટ પરના 300થી વધુ ડ્રાઇવરોએ સફાઇ કામદારોનો માર્ગ અપનાવ્યો છે જેથી પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ છે