વોશિંગ્ટન:અમેરિકાએ ઓમાનની ખાડીમાં 13 જૂને તેલના બે ટેન્કર પર કરવામાં આવેલા હુમલાની અમુક સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે તે સાથે જ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે પેંટાગન દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ઈરાનના સૈનિક હુમલાના શિકાર થયેલા જાપાનના કોકુકા કરેજિયસ જહાજથી વિસ્ફોટક સામગ્રી હટાવતા જોવા મળ્યા હતા બીજી તસવીરમાં કોકુકા જહાદ ઉપર પણ એક મોટું કાણું જોવા મળ્યું હતું આ દરમિયાન અમેરિકાએ મધ્યપૂર્વમાં એક હજાર વધુ સૈનિક તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે