આણંદ: આણંદ પાસેના વ્હેરાખાડી સ્થિત એક્સપ્રેસ હાઈવે પર શનિવારે સાંજે નાપાથી મુંબઈ તરફ જતી લક્ઝરી બસમાં અચાનક બોનેટના ભાગમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી જોકે, આ બનાવની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી બનાવમાં બસમાં મુસાફરી કરતા 50 મુસાફરોનો બચાવ થયો હતો