સુરતઃનવા શરૂ થતાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ કતારગામ અને ઉત્રાણ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલમાં વાલીઓએ ફી વધારાના મુદ્દે હોબાળો મચાવ્યો છે ગત રોજ સાંજ સુધી વિરોધ કરનાર વાલીઓ આજે બીજા દિવસે બાળકોને અભ્યાસથી અળગા રાખી સવારે 6 વાગ્યાથી વિરોધ નોંધાવી રહ્યા છે ખાનગી શાળામાં ફી નિયમન માટે રચવામાં આવેલી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફીના મળખા ના કારણે ધણી શાળાઓની ફીમાં વધારે થયો છે જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલી ગજેરા વિદ્યાલયમાં બાળકોને મૂકવા માટે ગયેલા વાલીઓને ફી વધારાની જાણ થઇ હતી