સોશિયલ મીડિયામાં સરદારજીની સેવાનો વાઈરલ થયેલો આ વીડિયો લોકોને ધોમધખતા તાપમાં પણ ટાઢક આપે છે એકતરફ રાજસ્થાનના ચૂરૂમાં ગરમીનો પારો 50 ડિગ્રીની ઉપર જતાં જ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી ત્યાં બીજી તરફ દિલ્હીમાં પણ 40 ડિગ્રી તાપમાનની વચ્ચે એક સરદારજી પોતે જ તાપમાં શેકાતા શેકાતા પણ જનસેવા કરતા જોવા મળ્યા હતા દિલ્હીના બસસ્ટેન્ડની આગળ જ સ્કૂટર પર પાણીના જગ લઈને ઉભા રહેતા આ દાદા લોકોની તરસ છિપાવી રહ્યા છે બસના મુસાફરો અને રાહદારીઓને આ સરદારજી સામેથી જઈને પાણી પીવરાવે છે જો કોઈ તેમની પાસે બોટલ ફરવાનું કહે તો તેઓ તેને પાણીની બોટલ પણ ભરી આપે છે તેમનો આ વીડિયો જોઈને યૂઝરે પણ કોમેન્ટ કરીને લખ્યું હતું કે કદાચ પાણી માટે પરબ બંધાવવી હવે આસાન હશે પણ આવા રેડ એલર્ટમાં તરસ્યાને પાણી પાવું એ પણ મુશ્કેલ જ છે સલામ સરદારજી તમારી નિસ્વાર્થ સેવાને આવા લોકો દુનિયામાં બહુ જ ઓછા જોવા મળે જેઓ બીજાના હિતનો વિચાર કરીને પોતાનું પણ સુખ નથી વિચારતા