બોલ્ડ થયા બાદ સિક્સ વાગે તેવું દ્રશ્ય જોયું છે? આ રહ્યો વીડિયો

DivyaBhaskar 2019-06-09

Views 421

શનિવારે કાર્ડિફમાં બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એખ આશ્ચર્યચકિત કરી દે તેવો નજારો જોવા મળ્યો હતો ઈંગ્લેન્ડએ આપેલા 387 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલી બાંગ્લાદેશની ટીમ સારી શરૂઆત નહોતી કરી શકી આવું થવાનું કારણ હતું ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફરા આર્ચરની ધમાકેદાર બોલિંગ જોફરા આર્ચરે સૌમ્ય સરકારની સામે વર્લ્ડકપ 2019નો સૌથી ઝડપી બોલ ફેંકીને માત્ર 2 રનના સ્કોર સાથે પેવેલિયન ભેગો કર્યો હતો 153 કિમીની પવનવેગી ઝડપે ફેંકાયેલા આ બોલમાં બેટ્સમેન બીટ થઈ ગયો હતો આર્ચરનો આ વેધક બોલ સૌમ્ય સરકાર સમજીને રમે તે પહેલાં જ તેની વિકેટ પડી ગઈ હતી સૌથી આશ્ચર્યની ઘટના તો વિકેટ ગયા બાદ જોવા મળી હતી ક્રિકેટ રસિકો માટે પણ આ રોમાંચક ક્ષણ હતી કેમકે સ્ટમ્પને અડ્યા બાદ બોલ પણ સીધો જ બાઉન્ડ્રીની બહાર જઈને પડ્યો હતો આ બોલ એટલી તીવ્ર ગતિમાં હતો કે તેને બેટ્સમેન રમી પણ નહોતો શક્યો કે વિકેટ ગયા બાદ વિકેટકિપર પણ તેને રોકી નહોતો શક્યો જોફરાએ ફેંકેલો આ બોલ વિકેટ ખેરવ્યા બાદ હવામાં 50 મીટર ઉછળીને બાઉન્ડ્રી બહાર પડ્યો હતો જો કે નિયમાનુસાર આ સિક્સ ગણવામાં નથી આવતી કેમ કે સૌમ્ય સરકાર આઉટ થઈ ગયો હતો તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 386 રન કરીને સતત સાતમી મેચમાં 300થી વધુનો સ્કોર કર્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ વતી શાકિબે 121 રન ફટકાર્યા હતા જો કે 485 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ કરીને બાંગ્લાદેશને 12 વર્ષ પછી હરાવવામાં સફળતા મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS