સુરતઃસરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 માસૂમોનો મોત થયાં હતાં આ દુર્ઘટનાને માનસર્જીત દુર્ઘટના કહીને લોકોએ બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી કે, આ દુર્ઘટનામાં જે પણ આરોપીઓ છે તેના તરફી કોઈ કેસ ન લડે અને આરોપીઓને આકરામાં આકરી સજા થાય સમાજના લોકો દ્વારા કોર્ટ બહાર પ્લે કાર્ડ દર્શાવીને વકીલોને કેસ હાથમાં ન લેવા રજૂઆત કરવામાં આવી હતી