સુરતઃ અલથાણ વિસ્તારમાં એક યુવકને ગાળો આપી પટ્ટાથી માર મારવામાં આવ્યો હોવાની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયા વાયરલ થતા માર મારવાની ઘટના સામે આવી હતી યુવાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે મળતી માહિતી પ્રમાણે, ભટાર ખાતે આવેલા પરીતોષ એપોર્ટમોન્ટમાં રત્નલાલ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે ગત રોજ રાત્રે સચિનથી ઘરે પરત ફરી રહ્યા હતાદરમિયાન અલથાણ રોડ પર ખોડિયાર માતાજીના મંદિર સામે તેની બાઈક સાથે અથડાઈ ગઈ હતી જેથી બે બાઈક સવાર ચાર જેટલા યુવાનોએ તેમને તેમના જ પટ્ટા વડે ગાળો આપી માર માર્યો હતો યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ યુવકે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર યુવાનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે