પાણીને લઈને આખા દેશમાં જ્યાં હાહાકાર છે ત્યાં જો સૌથી વધુ હાલાકી કોઈ સ્થળે કદાચ હોય તો તે મહારાષ્ટ્રના મરાઠાવાડામાં મરાઠાવાડા છેલ્લા 47 વર્ષની દુષ્કાળની હાલત છે પાણીના એક એક ટીપા માટે વલખાં મારતા લોકોની દૂર્દશાનું વર્ણન કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો આ વીડિયો જોઈને જ સમજી શકાય છે કે પીવાના પાણીની કેટલી તકલીફ ત્યાંના લોકોને હશે કે તેઓ નિર્માણાધીન રોડ પર છાંટવામાં આવતું પાણી પણ ઘર ભેગું કરવા માટે દોટ લગાવે છે આ વીડિયો ઔરંગાબાદના ફુલંબ્રી ગામનો છે તેમાં જોઈ શકાય છે કે રોડ પર પાણી છાંટવામાં આવી રહ્યું છે જેથી ધૂળ નીચે બેસી જાય અને સિમેન્ટ-ડામર બરાબર રીતે જામી જાય જો કે જેવું પાણીનું ટેન્કર ત્યાં આવીને રોડ પર પાણીનો છંટકાવ ચાલુ કરે છે કે તરત જ મહિલાઓ અને નાના નાના બાળકો પણ હાથમાં વાસણો લઈને પાણી ભરવા માટે દોટ લગાવે છે ટેન્કર આગળ વધતું રહે છે ને પાછળ પાછળ લોકો પણ તેમનાં વાસણોમાં પાણી ભરતાં રહે છે આ વીડિયો એ સાબિત કરવા માટે પૂરતો છે કે પાણીનું એક ટીપું પણ તરસ્યાઓ માટે કેટલું અગત્યનું હોય છે