રાજકોટ:શાપર-વેરાવળનાં સેફાયર ટાવરમાં ગેસના બાટલાનો વેપાર કરતા વેપારીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે વેપારીએ માર મારનાર વ્યક્તિને કોઈ કારણોસર ગાળો આપતા મામલો બિચકાયો હતો અને રોષે ભરાયેલા વ્યક્તિએ વેપારીને 4-5 લાફા માર્યા હતા આ સાથે જ સ્ટુલ વડે પણ વેપારી પર હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છેજેથી પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે