જામનગર: જામનગરમાં ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા 28મેના વિશ્વ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે નિમિત્તે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન લાલ બંગલા સર્કલમાં કરવામાં આવ્યું હતું જેમાં બુધવારે રીવાબા જાડેજા દ્વારા સિગ્નેચર કેમ્પેઈન ખુલ્લું મુકાયું હતું ત્યારે શહેરના વિવિધ અગ્રણીઓ સહિત સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહી 10 હજાર વંચિત કિશોરીઓને સુરક્ષિત કરવા માટે પોતાનું સમર્થન સહી કરીને વ્યક્ત કર્યું હતું