પાલનપુર: પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે ત્યારે પાલનપુરના વિરમપુરના રીક્ષાચાલક લાલાભાઈ રબારીએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર અબ્દુલ રઝાક પોતાનો દાગીના અને રૂપિયા ભરેલો થેલો ભૂલી ગયા હતા જેમાં રીક્ષાચાલકે રોકડ અને દાગીના ભરેલો થેલો મૂળ માલિકને શોધીને પરત કરતા ઈમાનદારી અને પ્રમાણિકતા નિભાવનાર લોકો હજુ પણ જીવે છે તેની પ્રતીતિ કરાવી હતી