સુરતઃ સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22નો મોતના પગલે લોક આક્રોશ ફાટી નીકળ્યો છે અને તક્ષશિલા આર્કેડ સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે દરમિયાન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલિકા, ફાયર વિભાગ, જીઈબી પર આક્ષેપો કર્યા હતા અને મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી દરમિયાન ધરણા પર બેસેલા સ્થાનિકોને મળવા જતા હાર્દિક પટેલને તમાચો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો