પવિત્ર અમરનાથ ગુફામાં બનેલાં પ્રાકૃતિક શિવલિંગના પ્રથમ દર્શન

DivyaBhaskar 2019-05-23

Views 1.7K

જમ્મુ-કાશ્મીર આવેલા પવિત્ર અમરનાખ ગુફામાં બરફથી બનાવાયેલા પ્રાકૃતિક શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે આ વર્ષે શિવલિંગ પૂર્ણ આકારમાં છે અમરનાથ યાત્રા એક જૂલાઈથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે શ્રદ્ધાળુઓ 46 દિવસ સુધી ભોલેનાથના દર્શન કરી શકશે

સુરક્ષાને ધ્યાનમાં રાખી અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ માર્ગ પર અંદાજે પાંચ હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવશે જો કે હાલ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે યાત્રાના રસ્તાઓ પર અને પહાડો પર બરફ છવાયો છે રાજ્યપાલ સત્યપાલ મલિકે યાત્રાની તૈયારીઓ અંગે બેઠક કરી છે યાત્રા માટે રજિસ્ટ્રેશન એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS