છત્તીસગઢના જશપુર વિસ્તારમાં અનોખા લગ્નનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મૂરતિયાએ બે દૂલ્હન સાથે લગ્ન કર્યા હતા કોઈ ફિલ્મની કહાનીને પણ ટક્કર મારે તેવી ઘટના સીઆરપીએફ જવાનના જીવનમાં બની હતી અનિલ પેંકરા નામના આ જવાનનાં લગ્ન ચાર વર્ષ અગાઉ જથઈ ગયાં હતાં જો કે આ સમયગાળામાં રજાઓ પર ઘરે આવતા અનિલને ગામમાં આંગણવાડીમાં નોકરી કરતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો આ કારણે તે પોતાની પત્ની કરતાં વધુ સમય પ્રેમિકા સાથે જ પસાર કરતો હતો જે કારણે વ્યથિત થયેલી પત્નીએ પતિની ખુશી માટે તેને બીજા લગ્ન કરવાની મંજૂરી પણ આપી દીધી હતી પરિવારજનોએ પણ શનિવારના રોજ ધામધૂમથી લગ્ન કર્યાં હતાં જેમાં જોઈ શકાય છે કે અનિલ તેની પત્નીને પાસે બેસાડીને પ્રેમિકા સાથે લગ્ન કરી રહ્યો હતો ભલે આ લગ્ન મરજીથી થયાં હોય પણ હિંદુ મેરેજ એક્ટ મુજબ પહેલી પત્ની સાથે ડિવોર્સ લીધા વગર કોઈ પણ પુરૂષ બીજા લગ્ન નથી કરી શકતો તો આ તરફ ગામના સરપંચે પણ આ લગ્ન થવા પાછળનું બીજું એક કારણ એ પણ ગણાવ્યું હતું કે પહેલી પત્નીથી અનિલને કોઈ સંતાન નહોતું થઈ શકતું સાથે જ તેનો નાનો ભાઈ પણ અકાળે નિધન પામતાં હવે સંતાનપ્રાપ્તિ માટે રાજીખુશીથી પરિવારે આ લગ્નને મંજૂરી આપી હતી જેથી પરિવારનો વંશ આગળ વધે