17મી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે અને હવે વિવિધ એજન્સી દ્વારા એક્ઝિટ પોલ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે સી વોટરના સર્વે પ્રમાણે એનડીએને આગળ બતાવવામાં આવી રહ્યું છે સર્વે પ્રમાણે એનડીએને 542માંથી 287 સીટ મળશે જ્યારે કોંગ્રેસને 128 અને અન્યને 127 સીટ મળવાનો અંદાજ છે સી- વોટર સર્વે પ્રમાણે ગુજરાતમાં ભાજપને 22 અને કોંગ્રેસને 4 સીટ મળવાનો અંદાજ છે જોકે કોઈ પણ એજન્સી કે ચેનલના સર્વેમાં કોંગ્રેસને ગુજરાતમાં ચારથી વધારે સીટ મળતી દેખાતી નથી