પશ્ચિમ બંગાળમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ધારાસભ્ય લલિત કગથરાના મોટા પુત્રનું મોત

DivyaBhaskar 2019-05-18

Views 4K

રાજકોટ: મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના મોટા પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થયું છે જ્યારે નાનો પુત્ર રવિ ઘાયલ થયો છે મળતી માહિતી મુજબ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બે પુત્રો રવિ અને વિશાલ દિવ્યાંગ બાળકોને લઇને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયા હતા જ્યાં કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતાંપરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિત કગથરાના પુત્ર વિશાલ સહિત 3 દંપતી બહેરામપુર તરફ આવી રહ્યાં હતાં, ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત થતાં વિશાલ કગથરાનું મોત નિપજ્યું હતું આવતીકાલે સવારે 9 વાગ્યે લલિત કગથરાના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS