વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં આવેલી આઇસ ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા ફૂડ સેફ્ટી અધિકારીઓની બે ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આઇસ ફેક્ટરીઓમાં નિયમ મુજબ બરફ બની રહ્યો હોવાનું બહાર આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર વિરોનીકાબહેને જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કમળો, ઝાડા-ઉલટી જેવા ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં લઇ શહેરમાં આવેલી આઇસ ફેક્ટરીઓમાં વિવિધ બે ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે ચેકિંગમાં આઇસ ફેક્ટરીઓના સંચાલકો દ્વારા બરફ બનાવવા માટે ક્લોરીનનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે કે નહીં