આગ્રાથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં સમૂહ લગ્ન દરમ્યાન વરરાજાના ભાઈ સાથે મારપીટ કરાઈ હતી ઘટનાની વાસ્તવિક્તા એવી છે કે, સમૂહલગ્ન સમારોહ ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ આયોજકો પાસે વરરાજાના ભાઈએ આયોજકોને દહેજમાં બાઈક આપવાની માંગણી કરી હતી જે બાદ લોકોએ વરરાજાને ધક્કા મારીને બહાર કાઢ્યો હતો તો, વરરાજાના ભાઈએ પરતિકાર કરતાં લોકોએ તેને લાતો વડે લમધાર્યો હતો બરહન પોલીસ સ્ટેશન વિસ્તારનાં આંવલખેડાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે