17મી લોકસભાના ચૂંટણી પર્વની સર્વત્ર રંગેચંગે ઉજવણી થઈ રહી છે લોકો ઉત્સાહ અને ઉમંગ પૂર્વક મતદાન કરી રહ્યાં છે ત્યારે ડાંગના આદિવાસી વિસ્તારમાં આવેલા દાવદહડ અને
ધુબડીયા ગામના લોકોએ મતદાન કરવાનો બહિષ્કાર કર્યો હતો બન્ને ગામના લોકોએ રસ્તા અને પાણીના પાયાના પ્રશ્નો ન ઉકેલાયા હોવાના કારણે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો જેથી સવારના 10 વાગ્યા સુધી બન્ને ગામમાં ઉભા કરાયેલા મતદાન મથકમાં એક પણ મત પડ્યો નહોતો બાદમાં ગ્રામજનો સાથે સમજાવટ કરવામાં આવતાં ઘુબડીયામાં મતદાન શરૂ થયું હતું જ્યારે ધારાસભ્ય પોતે હાલ દાવદહડનો લોકોને સમજાવી મતદાન કરવા અનુરોધ કરી રહ્યાં છેઅઠવાડીયામાં રસ્તાનુ પીચીંગ કામ ચાલુ થઈ જશે એ આશ્વાસન આપી લોકોએ છેલ્લે મતદાન કરવા રાજી થયા હતાં સવા દસ કલાકે મતદાન શરૂ થયું હતું