જેતપુર:ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢીયા અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયાએ જેતપુરમાં સહકારી રાહે વેચાતા ડીએપી ખાતરમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે તેઓએ જણાવ્યું છે કે, એક થેલીમાં ગ્રોસ વજન 5012 કિલોગ્રામ અને નેટ વજન 50 કિલોગ્રામનું લખાણ છે પરંતુ અમુક થેલીમાં 1 કિલોથી માંડી 500 કિલોગ્રામ ઓછું ખાતર હોવાનું જાણવા મળ્યું છે તો રાજકોટ માર્કેટ યાર્ડમાં GSFCના ડેપોમાં ખાતે પણ એક થેલીમાં 50 કિલોએ 850 ગ્રામનો ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ ખેતીવાડી અધિકારી બીએમ આગઠ દોડી જઇ તપાસ હાથ ધરી છે અને વેચાણ બંધ કરાવ્યું છે ખાતરના સ્ટોકને લઇને પંચકામ કર્યું હતું તેમજ ખાતરના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે આ અંગે કૃષિમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે