પીએમ મોદીએ પશ્વિમ બંગાળના બંકુરામાં ચૂંટણી સભાને સંબોધિ હતી અહીં તેમને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને આડેહાથે લીધા પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે, દીદી કેટલા પરેશાન છે તેનો અંદાજો તેમની ભાષાથી લગાવી શકાય છે તેઓ હવે મારા માટે પત્થરો મારવાના અને થપ્પડ મારવાની વાત કરી રહી છે મને તો ગાળો ખાવાની આદત છે પરંતુ કંઈ પણ વિર્ચાયા વિના દીદી દેશના બંધારણનું અપમાન કરી રહ્યા છેમમતા દીદીએ સત્તાના નશામાં બંગાળને બરબાદ કર્યું, હવે તેઓ સત્તા ગુમાવવાના ડરથી બંગાળને બરબાદ કરવામાં લાગી ગયા છે પીએમ મોદીએ કહ્યું કે, દીદી દેશના બંધારણનું અપમાન કરી રહી છે તેઓ દેશના વડાપ્રધાનને માનવા માટે તૈયાર નથી પરંતુ પાકિસ્તાનના પીએમને પીએમ માનવામાં તેમને ગૌરવ થાય છે