સુરતઃ નવસારી લોકસભા બેઠકના ડુમસ બુથ પર ચૂંટણીના સમય બાદ મતદાનમાં ગેરરીતિ કરાઈ હોવાના આરોપ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખે મુખ્ય ચૂંટણી કમિશન સહિત સુરત કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે પ્રિસાઈડિંગ અધિકારીએ ઈવીએમ મશીન મોડી રાત સુધી બુથ પર રાખી મુકવા મજબૂર કર્યા હોવાનો સાથી પ્રિસાઈડિંગ ઓફિસરે સ્વીકાર્યું હોવાનું રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું