શ્રીલંકાના બોમ્બ બ્લાસ્ટનો શંકાસ્પદ, ખભે ભારે બેગ ભરાવીને ફરતો સીસીટીવીમાં કેદ

DivyaBhaskar 2019-04-23

Views 14.6K

શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલમાં થયેલા આઠ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 310 થઇ ગઇ છે તેવામાં આત્મઘાતી હુમલા બાદ પોલીસ તપાસમાં એક સીસીટીવી હાથ લાગ્યા છે જેમાં આ હુમલાખોર તેના ખભા પર ભારે બેગ લઈને જતો જોવા મળે છે આ સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે તે નેગોમ્બોના સેબસ્ટિયન ચર્ચમાં પણ જ્યાં પ્રેયર ચાલી રહી હતી તે દિશામાં પ્રવેશ કરે છે તમને એ પણ જણાવી દઈએ કે આ એજ ચર્ચ છે જ્યાં આ આત્મઘાતી હુમલામાં અંદાજે 110 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ચર્ચ સહિત અન્ય અલગ અલગ સ્થળોએ થયેલા આ બોંબ બ્લાસ્ટમાં કુલ 310 લોકો મોતને ભેટ્યા હતા આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળતો દાઢીધારી યુવક જ આતંકી સંગઠન નેશનલ તૌહીદ જમાતનો સભ્ય હોવાની શંકા તપાસ એંજન્સીઓ વ્યક્ત કરી રહી છે અધિકારીઓના જણાવ્યા મુજબ દરેક હુમલાખોર આ પ્રકારની બેગ લઈને જ જે તે સ્થળે પહોંચ્યા હતા પોલીસે અત્યાર સુધી 24 લોકોની ધરપકડ કરી છે, પરંતુ આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS