મહેસાણા: ગઈકાલે દૂધસાગર ડેરીની વિશેષ સાધારણ સભા હતી જેમાં ડેરીને મલ્ટિ સ્ટેટ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો ત્યારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક પ્રોસેર્સ ફેડરેશનના એમડી સોઢીએ ડેરી પર ખોટો ખર્ચ કરી દેવું કર્યાનો આરોપ લગાવ્યો હતો જેને લઈને દૂધસાગરનો ફેડરેશન સામે વિવાદ વકર્યો હતો ડેરીના એમડી નિશિથ બક્ષીએ ફેડરેશન દ્વારા ડેરીને બહાર કરવામાં આવશે તો ભવિષ્યમાં ફરીથી સાગર બ્રાન્ડથી દૂધ ઉત્પાદનો વેચવાનું જાહેર કર્યું હતું