Khuda tu kar rahem is an attempt to salute few individuals who stood by the right journalism. Shot and made in May 2012. The credit rolls as below.
Song: Khuda Tu Kar Rahem | Series: Metaphor
Song Written and Composed by: Dave Jigar (DJ)
Sung by: Jigardan Gadhavi | Back vocals by: Jainam Modi
Music Arranged by: Mana Raval | Recorded by: Richard Christian
Mixed and Mastered by: Jainendra Mulerkar
Recorded at Dolphin Studio, A'bad.
Video Conceived, Shot, Edited & Directed by: Dave Jigar (DJ)
Special Thanks to Rajesh Tekwani, Karm Vyas, Neel & Samir Raval.
Do share, comment, subscribe if you like it. Do give your feedback also.
For further information msg me on: www.facebook.com/davejigar
Lyrics are given below:
હર રંગ તારો રંગ છે, હર રૂપ માં સામિલ છે તુ
બાગો ના ફૂલો ની મહેક, હર રાહ ની મંઝીલ છે તુ
હર એક ગલી હર એક દિશા તારી નજર તારા નિશાન
હર એક ડગર હર એક નગર તારી મદદ તારી મેહર
કણ કણ માં તુ રજ રજ માં છે તુ સર્વદા
ખુદા તુ કર રહેમ ઈશ્વર તુ મુજ પર કર કૃપા
દિલ જાણે છે તુ એક છે તો શીદને છે દુનિયા જુદા -૨
પામવા તુજને ખુદા ભટકે છે આ મન દર-બ-દર
ખુદ મહીં કરતુ નથી એકવાર પણ શીદને નજર
દે દરશ તુ થા મહેરબા તુજને મન કહેતું રહે
તુ જ છે ખુદ માં નથી આ જાણતુ એ બેખબર
હર રાહ ના એ રાહબર રાહો માં તુ ક્યારેક મળ
આંખો તને શોધી રહી તુ સત્ય છે કે એક છળ
મંદિર માં છું મસ્જીદ માં છું હું ગુમશુદા
ખુદા તુ કર રહેમ ઈશ્વર તુ મુજ પર કર કૃપા
દિલ જાણે છે તુ એક છે તો શીદને છે દુનિયા જુદા - ૨
નાસમજ દુનિયા નાસમજે સાવ સાદી વાત ને
આંધીઓ માં જે કરે રોશન શમા એ એક છે
કોનો ચડિયાતો ખુદા એ વાત પર લડતી રહે
શુ ફરક છે ધર્મ કે મજહબ કહો અગર નેક છે
દુનિયા કરે લાખો સિતમ સહેતો રહ્યો હું હર જખમ
લોહી વહે આંસુ બની હર આંખે યાદો ના એ ગમ
દર તારે આવ્યો સુન સવાલી ની સદા
ખુદા તુ કર રહેમ ઈશ્વર તુ મુજ પર કર કૃપા
દિલ જાણે છે તુ એક છે તો શીદને છે દુનિયા જુદા -- ૪