જોશીમઠમાં અસુરક્ષિત ઈમારતો તોડી પાડવાનું કામ આજથી શરૂ કરાયું છે. અસુરક્ષિત હોટલ, મકાનો અને ઈમારતોને તોડી પાડવામાં આવશે. 2 સંસ્થાને આ કામની જવાબદારી અપાઈ છે. અસુરક્ષિત જગ્યાઓએ લાલ નિશાન કરી દેવાયા છે. અન્ય સમાચારમાં ભારત જોડો યાત્રા હવે પંજાબમાં પ્રવેશ કરશે. તો અન્ય તરફ ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. જેના કારણે અનેક ફ્લાઈટ્સ પર તેની અસર જોવા મળી છે. દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી છે. આ સહિતના અન્ય તમામ મહત્ત્વના સમાચાર.