રાજકોટના આટકોટ પોલીસે દારૂની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. જેમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વિશાલ સોલંકીને ઝડપી પાડ્યો છે. તેમાં
આટકોટ પોલીસે પ્રિન્સ ટ્રાવેલ્સ બસમાંથી 286 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. તથા આટકોટ પોલીસે 21.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ 10.26 લાખના ઈંગ્લીશ દારૂ જથ્થા સાથે
પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે.