હર્ષ સંઘવીએ કહ્યું કે એક અઠવાડિયા સુધી સ્પેશિયલ મુહિમ ચાલશે. પોલીસ સામે જઈને ફરિયાદ લેશે. ઉચ્ચ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. અન્ય સમાચારમાં સુરતમાં સટ્ટાકાંડ સામે આવ્યો છે. લંડનમાં રહેતો આરોપી ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. તો પાંડેસરામાં પાડોશીએ સગીરાની છેડતી કરી હોવાનું પણ સામે આવ્યું છે. વડોદરાના સમાચારની વાત કરીએ તો અહીં પિતાએ 11 વર્ષના પુત્રની હત્યા કરી અને પછી પોતે આપઘાત કર્યો છે. સુસાઈડ નોટમાં પત્નીનો ત્રાસ હોવાનું જણાવાયું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.